વાહ !
વાહ !


આંખ બે ખુલ્લી છે
દ્રષ્ટિ નથી તો શું થયું?
દ્રષ્ટિ તો સરસ છે
પણ આગળનું દેખાતું નથી,
આગળનું જોઈ શું કરવાનું?
પડ્યું એવું દેવાશે,
અગાઉથી કૂવો ખોદી શું કરશું?
આગ લાગે એટલે ખોદીશું,
આગમાં બધું સળગી જાય તો શું વાંધો છે?
દ્રષ્ટિ જ નથી તો ક્યાં દેખાવાનું છે?
જરૂર પડ્યે આંખ બંધ રાખીશું
દુઃખ તો જોવાનું જ છે ને?
આંખ બે ખુલ્લી છે
એ જ તો વાંધો છે,
આંખ બંધ રાખીને
કેટલા પ્રશ્ન ઉકલી ગયા?
એટલે જ દ્રષ્ટિ બંધ છે
આંખ ને દ્રષ્ટિ દુઃખના મૂળ છે!