વાગી વાંસળી ગુંજ
વાગી વાંસળી ગુંજ
વાગે છે મધુર વાંસળીના ગુંજ,
એવું રૂપાળું છે ગોકુળિયું ગામ,
માતા જસોદાનો અવિરત મળે પ્રેમ,
અમૃતભર્યું વાત્સલ્ય ભરે મઝધારે,
વ્રજ, વૃંદાવનમાં કુંજ કુંજ લહેકો ભરે,
કૃષ્ણ અપ્રિતમ પ્રેમની વાણી સૌને ગમે,
સાંજ પડે ને કલરવ કરતા પંખી કૃૃષ્ણ કરે,
યમુુુના નીર રાધાકૃષ્ણ પ્રેમની સાખ પૂૂરે,
કણ કણમાં મોરલીના ગુંજ પ્રેમ ઝંખના જાગે,
કૃષ્ણની લીલાઓ બહ્માંડ દેવી દેવતાઓ નિહારે.

