STORYMIRROR

'Sagar' Ramolia

Romance

4  

'Sagar' Ramolia

Romance

પ્રેમને પાંખો ફૂટી

પ્રેમને પાંખો ફૂટી

1 min
536

પ્રેમી પંખીડાં ઊડ્યાં, પ્રેમને પાંખો ફૂટી,

મુક્ત ગગને વિહર્યાં, પ્રેમને પાંખો ફૂટી,

 

ક્યાંક કોયલનું કુહૂકુહૂ, ક્યાંક મોરનો ટહુકાર,

મસ્ત મનથી કૂજ્યાં, પ્રેમને પાંખો ફૂટી,

 

એકમેકમાં ખોવાઈને ઘણું તેઓ નાચ્યાં,

ગીતો ખૂબ ગણગણ્યાં, પ્રેમને પાંખો ફૂટી,

 

લીલી વનરાઈઓની શીળી છાંયામાં,

મન મૂકીને રમ્યાં, પ્રેમને પાંખો ફૂટી,

 

‘સાગર’ સંસારનું બંધન કેમ કરી સહે ?

જેઓ પૂર્ણ પ્રેમ પામ્યાં, પ્રેમને પાંખો ફૂટી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance