હું જીવન બન્યો છું
હું જીવન બન્યો છું
તું મૌસમ છે હું વરસી પડયો
તું છાયડો છે હું વટેમાર્ગુ બન્યો
તું ધરા છે હું ધન્ય થયો
તું ફૂલ છે હું ફોરમ બન્યો
તું શબ્દ છે હું સમજી ગયો
તું મન છે હું માની ગયો
તું સપનું છે હું જાગી ગયો
તું ગીત છે હું ગુંજતો રહ્યો
તું સ્મિત છે હું છલકી ગયો
તું રીત છે હું રિવાજ બન્યો
તું જીવ છે હું જીવન બન્યો
તું મૌસમ છે હું વરસી પડયો

