STORYMIRROR

'Sagar' Ramolia

Romance

4  

'Sagar' Ramolia

Romance

પ્રેમ નથી કોઈનો ગુલામ

પ્રેમ નથી કોઈનો ગુલામ

1 min
484

પ્રેમને સૌ ઈશ્વર કહે, પ્રેમ નથી કોઈનો ગુલામ,

સદા નિર્મળ બની વહે, પ્રેમ નથી કોઈનો ગુલામ,

 

પ્રેમની દુનિયામાં હોય ન સ્થાન પીછેહટને,

સૌથી એ આગળ રહે, પ્રેમ નથી કોઈનો ગુલામ,

 

ફૂલોની જેમ ખીલેલા ચહેરાઓની આ દુનિયા,

કણેકણમાંથી શાંતિ ગ્રહે, પ્રેમ નથી કોઈનો ગુલામ,

 

પ્રેમની આ દુનિયામાં સંપીને રહેવાનું સૌ જાણે,

શીદને એ તકરાર સહે ? પ્રેમ નથી કોઈનો ગુલામ,

 

‘સાગર’ આ કેવી છે દુનિયા ? લૌકિક કે અલૌકિક ?

જ્યાં પ્રેમ પ્રેમ પ્રેમ વહે, પ્રેમ નથી કોઈનો ગુલામ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance