STORYMIRROR

Meena Mangarolia

Romance

4  

Meena Mangarolia

Romance

વાંસળીના સૂર

વાંસળીના સૂર

1 min
447

કા'ના, હાથમાં લઈ હોળીના રંગો હું તૈયાર છું હવે, નહી રંગુ અબીલથી વા'લા,

ચાલને રમીએ ગુલાલ,


કા'ના, ભીનું મારું આયખું, ભીની છે ગુલાબી વસંત, રંગુ મારા પ્રેમરંગથી વા'લા,

ચાલને રમીએ ગુલાલ,


કા'ના, મારે હૈયે ફાગણિયો વસંત રાધાનો એક જ રંગ, તારો કેસૂંડો લાલ લાલ,

ચાલને રમીએ ગુલાલ,


કા'ના, આજ તારી વાંસળીનાં સૂર હું રેલાવું,

તારા રંગે રંગાઈ વા'લા,

ચાલને રમીએ ગુલાલ, 


કા'ના, જેમ ઊડ્યો રંગ ગુલાલ,

એમ થાઉં હું શરમથી લાલમ લાલ,

ચાલને રમીએ ગુલાલ,


કા'ના, ઝીલું છુ તારું નમણું આ વહાલ,

સ્પર્શે છે તારો હાથ મારો ગાલ,

ચાલને રમીએ ગુલાલ,


કા'ના, તારા આંખોનું કાજળ મારા અંગે અડે,

અને હું થઈ જાઉ બેહાલ,

ચાલને રમીએ ગુલાલ,


કા'ના, હું નમણી છું નાગરવેલ,

રહું તારી આસપાસ થઈ જાઉં નિહાલ,

ચાલને રમીએ ગુલાલ,


કા'ના, રાધાકુંડ ભર્યો છે ગુલાલથી,

એમ થાઉં હું શરમથી લાલમ લાલ,

ચાલને રમીએ ગુલાલ,


કા'ના, નવરસનો તારો છે નવરંગ,  

શૃંગાર રસથી વાલમ લાલમ લાલ,

ચાલને રમીએ ગુલાલ,


કા'ના, કરું છું શૃંગાર તને જોઈ જોઈને,  

મારુ તન મન હરખાય વા'લા,

ચાલને રમીએ ગુલાલ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance