STORYMIRROR

'Sagar' Ramolia

Romance

4  

'Sagar' Ramolia

Romance

ઈશારો એ એવો કરે

ઈશારો એ એવો કરે

1 min
502

એના પર અનેક મરે, ઈશારો એ એવો કરે,

જાણે આંખોથી ફૂલ ખરે, ઈશારો એ એવો કરે,


જો નીકળી જાય જલ્દીથી એનાથી કોઈ આગળ,

વારંવાર મોં પાછું ફરે, ઈશારો એ એવો કરે,


દૂર રહેવાનો પ્રયત્ન કર્યા કરે જે સતત,

મન તેના ઉપર ઠરે, ઈશારો એ એવો કરે,


ભૂલથી પણ તેની સામે નજર જો મળી જાય,

આનંદ આભમાં વિહરે, ઈશારો એ એવો કરે,


‘સાગર’ બધાંનાં મનમાં બનાવે પોતાની મૂર્તિ,

જાદુ ભરી છાપ ચીતરે, ઈશારો એ એવો કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance