STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

વરસી જઈએ

વરસી જઈએ

1 min
519

વરસીને અમે થાકી ગયા પણ

તમે ક્યાં લીલા થાવ છો !

મલકીને અમે થાકી ગયા પણ

તમેં ક્યાં મીઠા થાવ છો !


છલકીને અમે થાકી ગયા પણ

તમે ક્યાં સરગમ થાવ છો !

પકડીને અમે થાકી ગયા

પણ તમે ક્યાં પ્રેમાળ થાવ છો !


રઝળીને અમે થાકી ગયા

પણ તમે ક્યાં રમઝટ થાવ છો !

સ્મિત પાથરીને અમે થાકી ગયા

પણ તમે ક્યાં સૌરભ થાવ છો !


મહેનતુ બનીને અમે થાકી ગયાં

પણ તમે ક્યાં મહાન થાવ છો !

પ્રેમ કરીને અમે થાકી ગયા

પણ તમે ક્યાં પોતાના થાવ છો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance