STORYMIRROR

'Sagar' Ramolia

Romance

4  

'Sagar' Ramolia

Romance

બગીચે ફરીએ

બગીચે ફરીએ

1 min
548

લગીરે મળી તો લઈએ, જઈને બગીચે ફરીએ,

વહાલો વહાવી વહીએ, જઈને બગીચે ફરીએ,

 

પહેલા કરેલી બધી વાત તાજી કરીએ ફરીને,

સુગંધી પળોમાં ઢળીએ, જઈને બગીચે ફરીએ,

 

ભલી જિંદગીને સજાવા અહીં સ્વપ્ન જોયાં હતાં જે,

ફરી ચાલને નીરખીએ, જઈને બગીચે ફરીએ,

 

અહીં આપણે ખૂબ ખાધી હતી વાનગીઓ મજાની,

ફરી સ્વાદ એ પીરસીએ, જઈને બગીચે ફરીએ,

 

હવે ચાલ ‘સાગર’ પુરાણી કથાઓ જ છોડી દઈએ,

નવી વાતને આદરીએ, જઈને બગીચે ફરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance