STORYMIRROR

Kaushik Dave

Romance

4  

Kaushik Dave

Romance

સાજન તારા સંભારણા

સાજન તારા સંભારણા

1 min
543

વાટ તારી જોતા જોતા,

આંખલડી મારી થાકતી,


દિન રાત તારા સપના,

કેવા કેવા પણ જોતી ?


તને મળવા સાજન,

દિન રાત થનગનતી,


મોરલા બોલે ને,

તારા આગમનને જોતી,


ના દેખાય સાજન મારો,

ઉદાસ મને યાદ કરતી,


બેચેન મારું મનડું,

દલડું પણ ધબકતું,


ક્યાં છે મારો સાજન!,

મનમાં વાતો કરતી,


એક પછી એક દિવસો,

દુઃખમાં દહાડા ગણતી,


ક્યારે આવશે સાજન!,

દશેરાના દિવસે તને જોતી,


મનડું મારું મલકાય,

આંખો પણ હરખાતી,


એકબીજાની નજરોથી,

સુખની દિપાવલી જોતી,


Rate this content
Log in

Similar gujarati poem from Romance