STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

વિવિધતામાં એકતા

વિવિધતામાં એકતા

1 min
714

આ દેશ છે ધર્મોનો તેને ધન્ય ધન્ય કહીએ

આ દેશ ને સંસ્કૃતિનો તેને આન બાન શાન કહીએ,


આ દેશ છે ભાષાનો તેને વાચાથી બોલી લઈએ

આ દેશ છે સભ્યતાનો તેને સંસ્કારથી સાચવી લઈએ,


આ દેશ હિન્દુ મુસ્લિમનો બીજા ધર્મો જાણી લઈએ

આ દેશ છે ગુજરાતી હિન્દીનો બીજી ભાષા જાણી લઈએ,


આ દેશ છે વિવિધતાની તેની વિવિધતા માણી લઈએ

આ દેશ રિવાજોની તેની રીતને જાણી લઈએ,


આ દેશ છે પોશાકનો તેને પ્રેમથી પહેરી લઈએ

આ દેશ છે ખોરાકનો તેને મનથી જમી લઈએ,


આ દેશ છે એકતાનો તેને એક સમજી લઈએ

આ દેશ છે વિવિધતાનો તેને એકતા સાથે જોડી લઈએ.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Romance