તમે સામે જોયુ ને
તમે સામે જોયુ ને
તમે સામે જોયુ ને તમે યાદ આવ્યાં
જાણે જિંદગીનો સાથ અહી મળી ગયો
એક ઝલક મળી ને તમે યાદ આવ્યાં
જાણે સાગરની અનોખી પહેલ છો તમે
એક મુસ્કાન મળી તને યાદ આવ્યાં
જાણે સ્મિત ની સરગમ અહી મળી ગઈ
એક દિવસ ઊગ્યોને તમે પાસ આવ્યા
જાણે પગરવની દુનિયામાં શોર મચી ગયો
એક મૌસમ બદલીને તમે યાદ આવ્યાં
જાણે વરસાદની પેલી બુંદ છો તમે
એક વાત સાંભળી ને તમે યાદ આવ્યાં
જાણે યાદો ની વાત ની વાચા છો તમે
એક દિશા જોઈને તમે યાદ આવ્યાં
જાણે દિશા ની મીઠી વાત છો તમે
તમે સામે જોઉં ને તમે યાદ આવ્યાં
જાણે પ્રેમની દુનિયામાં કઈક મળી ગયું

