વાદળ તો એનું એજ છે
વાદળ તો એનું એજ છે
ક્યાંક ઊંચી બિલ્ડિંગ,
ક્યાંક નાના ઘર છે,
બદલાયા ઘરના આકાર,
ઈંટ, રેતીનો આકાર તો એજ છે,
ક્યારેક અલ્લડ અલબેલી કન્યાના પગમાં સોહાય,
ક્યારેક દુલ્હનના પગમાં સોહાય,
આ પાયલનું સ્થાન અલગ છે,
પણ પાયલનો રણકાર તો એજ છે,
ક્યારેક બાગમાં ખીલે,
ક્યારેક કુંડામાં ખીલે,
ક્યારેક ઘર આંગણે ખીલે,
જગ્યા અલગ છે પણ,
આ ગુલાબની સુવાસ તોએક જ છે,
ઝરમર વરસે કે રીમઝીમ વરસે,
કે વરસે અનરાધાર,
વાદળ તો એનું એ જ છે,
ભલે લાખોની ભીડના સાથી બન્યા કે,
બન્યા લાખોની મહેફિલની શાન,
પણ ભીતરના એકાંત તો એ જ છે.
