STORYMIRROR

Nilam Jadav

Children

3  

Nilam Jadav

Children

વાદલડી મન મૂકીને વરસી રે

વાદલડી મન મૂકીને વરસી રે

1 min
374

ખેડૂતો ખુશ થાય,

ને બાળકો દોડી જાય.

વાદલડી મન મૂકીને વરસી રે.....


વા વા વંટોળ વાય,

ને આકાશે વીજળી જોવાય.


વાતાવરણમાં ઠંડક ફેલાય,

ને ભીની માટીની સુગંધ અનુભવાય.

વાદલડી મન મૂકીને વરસી રે...


ચારે બાજુ પાણી રેલાય,

ને નદી-નાળા ભરાય.

વાદલડી મન મૂકીને વરસી રે...


વરસાદમાં પંખીઓ ભીંજાય,

ને મેઢક પણ મલકાય.

વાદલડી મન મૂકીને વરસી રે....


ખેતરમાં વાવણી થાય,

ને ચારે બાજુ હરિયાળી લહેરાય.

વાદલડી મન મૂકીને વરસી રે....


ધન-ધાન્યના ઢગલા થાય,

ને ચારેકોર આનંદ છવાય.

વાદલડી મૂકીને વરસી રે....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children