ઉંમર થઈ સખી
ઉંમર થઈ સખી
ઊભી છું ઉંમરને ઓરડે અને સખી પૂછે, કેમ હવે જીવી લીધું તે ?
મારા દિલથી બોલી દેવાયું, હજી જીવી શું ક્યાં સખી ?
કેટલા અરમાનોને દબાવી રાખ્યા, અને કેટલા મારી નાખ્યા,
સમય નથી સખી, મારે માટે એક ક્ષણ જીવવાનો સખી.
થઈ છું.હું એક સેવા કરનારી, નિખાલસ સ્ત્રી હું સખી,
કોણ સમજીને, મને કહે; 'બહુજ થયું હવે તો જીવી લે તારા માટે સખી.'
હું જ જવાબદાર સખી, પોતાનું અસ્તિત્વ મિટાવી બધા માટે જીવી લીધું,
પણ કોઈને મે સવાલ ના કર્યો,કે હું થોડુક મારા માટે કંઈ તો કરું !
વાત ના થઇ સખી,અને સમય સાથે ઉંમર થયી ગયી,
જીવવું મારે હજી એક પાંખો ભરાવીને મુકત ગગનમાં.
સખી હજી સમય છે ,ઉંમર થઈ છે, પણ સખી મન તો તારું નાનું..
ચાલ સખી મારી સાથે એક નવી ઉડાન ભરી લઈએ.
