STORYMIRROR

Isha Kantharia

Romance Fantasy

4  

Isha Kantharia

Romance Fantasy

ઉમંગ

ઉમંગ

1 min
345

મને પળ પળ તારો સંગ ગમે છે,

મને તે લગાડેલો પ્રેમ રંગ ગમે છે,


મોરની જેવી રૂડી અદા છે તારી,

નજાકતમાં ડૂબેલું અંગ ગમે છે,


તારી આંખોનો એ સ્પર્શ થતાં જ,

હૈયે ઊઠતો મીઠો તરંગ ગમે છે,


તારા પ્રેમમાં બનેલા મુજ કદંબને,

એ આકાશે ઊડતું વિહંગ ગમે છે,


"સરવાણી" પ્રેમના દરિયે આવતા,

વ્હાલના એ મોજાનો ઉમંગ ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance