STORYMIRROR

Vrajlal Sapovadia

Drama Others

3  

Vrajlal Sapovadia

Drama Others

ઉકરડો

ઉકરડો

1 min
12

ભાર તમ તણો ઝીલવો મારે ઘેર 

એટલે તો રહીયે ગામને પેલી પાર,


તમે રહ્યાં નિર્લેપ નકામા ગોબરે 

લોભી ઘણાં અમે ધૂળ સંઘરવાને,


પંક પાળવાં પંકાયા શીદને ? 

રહ્યું સહ્યું સઘળું દાન લઈને,


પુણ્ય તમને કમાવા દેવું અમારે 

મળ, મેલ, કર્દમ ફેંકતાં રહેજો,


ચાલે ઘરસંસાર એવાં કર્ણથી 

સતત વધવું દિવસે દિવસે,


વળી રાતે મળે વેગ કાળ કુબ્જા 

તમારાં શરમ સંકોચને દાટવાં,


અમે બન્યાં થોડાં બેશરમ 

બે હાથ જોડી વિનવું આજ,


રાખજો મારી બચી લાજ 

બેરહમ બનશો મા મારા માબાપ,


દિવાળી આવી ઢૂંકડી હવે 

નવડાવી મને કરો તૈયાર,


જોવા મારે તમારા ઘર રૂપકડાં 

રહેવાં આવવું ગામે ઢૂંકડા,


કરો કંઈક એવું આવે દિવાળી રોજ 

કમાઈ મારી બધી આપવી તમને,


નરવું રાખી ગામ આખું,


મને કેમ ના રાખો ચોખ્ખો ? 

કમાવી આપું ચપટીમાં લાખો,


ભાર તમ તણો ઝીલવો મારે ઘેર

ઉકરડો બની કરવાં લીલા લહેર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama