STORYMIRROR

Rayde Bapodara

Tragedy Others

3  

Rayde Bapodara

Tragedy Others

ઉડી જાને પંખી

ઉડી જાને પંખી

1 min
179

ઉંડી જાને પંખી, તું ઉડીજાને રે

આ માયાવી જગમાથી તું ઉડી જાને રે.


લાલચ આપીને તને, ફસાવી લેવાના 

પિંજરે પુરીને તને લાડ લડાવવાના, 

એની મરજી થશે ત્યારે તને રાંધી ખાવાના,

આ માયાવી દુનિયામાંથી તુ ઉડી જાને રે.


પિજરૂ હશે તારૂ સોનેથી મઢેલું, 

ભાવતું ભોજન તને હશે પિરસેલુ,

શિકારી બનીને બિલ્લી તને ભક્ષી જાશે, 

આ માયાવી જગમાથી તું ઉડી જાને રે.


ઉડી જાને પંખી તું ઉડી જાને રે 

આ માયાવી જગમાથી તું ઉડી જાને રે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy