STORYMIRROR

SHEFALI SHAH

Inspirational

4  

SHEFALI SHAH

Inspirational

તું સમજી લેજે

તું સમજી લેજે

1 min
471

તું સમજી લેજે...


ક્યારેક હું મૌન હોવ તો એ કવનને તું સમજી લેજે,

એમ જ કવનના મર્મ ને તું તારા અંતરમાં ભરી લેજે. 


કુદરતની અણમોલ કમાલ છે કવનમાં આવેલા રત્નો, 

એ રત્નો થકી તું શાલીન બની આલીશાન જીવી લેજે. 


મનમાં છુપાયેલા ઓરતા ને અરમાનો તું છૂટા કરી, 

દુનિયાની સામે મારા કવનનો સ્વીકાર તું કરી લેજે. 


આડંબર થોડો હું છોડું થોડો તું છોડી દે આ કવનમાં, 

કફન સરનામું પૂછે એ પહેલા ગમતું તું જીવી લેજે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational