Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

deepa rajpara

Romance

4.0  

deepa rajpara

Romance

તું 'ને હું

તું 'ને હું

1 min
261


બે ભિન્ન પ્રકૃતિનાં સદા તું 'ને હું

છતાંય એકબીજાનાં પર્યાય,

હા, ચુંબકીય ધ્રુવ જેવા તું 'ને હું ,


મળવું આપણું હતું જ નિશ્ચિત..

બનીયે તો જ એકબીજાનો તાળો, 

હા, ચુંબકીય ધ્રુવ જેવા તું 'ને હું,


હું છું પહેલી શી તું દાખલો ગણિતનો

સુલજાવીએ ગણતર ભેગા મળી,

હા, ચુંબકીય ધ્રુવ જેવા તું 'ને હું,


મારે જાવું ઉત્તર 'ને તારે જાવું દક્ષિણ

ચાલીએ છેવટે પરોવી હાથમાં હાથ, 

હા, ચુંબકીય ધ્રુવ જેવા તું 'ને હું,


હું છું પૂર્વની લહેર 'ને તું પશ્ચિમી પવન

વહીએ બેબાક આપણી મોજમાં,

હા, ચુંબકીય ધ્રુવ જેવા તું 'ને હું,


કરવી આપણે તું તું-મેં મેં રોજમરોજ

જતાવીએ આમજ નોખી રીતે હક, 

હા, ચુંબકીય ધ્રુવ જેવા તું 'ને હું,


હું વાતોનાં ડુંગર ખડકું તું માણસ ગંભીર

રચીએ રોજ તારામૈત્રક આંખો વડે,

હા, ચુંબકીય ધ્રુવ જેવા તું 'ને હું


હું મોતી સાગરનું 'ને તું આભનો ચંદરવો

કરીએ આકાશ પાતાળ કેવાં એક, 

હા, ચુંબકીય ધ્રુવ જેવા તું 'ને હું

 

હું દીપાવલી 'ને તું મનીષ નામ જ નોખાં

થઈએ અસ્તિત્વ એક, બન્યાં જીવનસાથી, 

હા, ચુંબકીય ધ્રુવ જેવા તું ને હું..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance