STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

તું ક્યાં ચાલી

તું ક્યાં ચાલી

1 min
176

ઓ સપનાની રાણી મારી,

મારા મનની તુંં માનેલી,

દિલ મારૂં લઈને તુંં ક્યાં ચાલી ?


કાળા છે કેશ તારા, હવામાં લહેરાતાં,

મોગરાની વેણીથી તે, મહેક પ્રસરાવતાં.

મહેંકમાં તરબોળ બનાવી,

મનમાં હલચલ મચાવી,

દિલ મારૂં લઈને તું ક્યાં ચાલી ?


કજરાળી આંખો તારી, લાગે છે શરાબી,

અધર ગુલાબી તારા, લાગે રસની થાળી. 

આંગળીઓ કોમળ તારી,

મારા માથે પ્રસરાવી,

દિલ મારૂં લઈને તું ક્યાં ચાલી ?


રૂમઝૂમ ચાલ તારી, લાગે નખરાળી,

નજરથી વીંધી મુજને, ઘાયલ બનાવી.

બાવરો બનાવી મુજને,

પ્રેમમાં તડપાવી મુજને,

દિલ મારૂં લઈને તું ક્યાં ચાલી ?


રેશમની કાયા તારી, લાગે લજામણી,

પગમાં પાયલ તારી, લાગે સોહામણી,

તારી પાયલનાં રણકારે

મુખના મધુર ટહુંકારે,

દિલ મુરલી'નું લઈ તું ક્યાં ચાલી ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama