તું જ મારુ સર્વસ્વ
તું જ મારુ સર્વસ્વ
આંખો બંધ કરું તો તું ને ખોલું તો પણ તું,
મારા શ્વાસમાં તું ને મારા હૃદયમાં તું,
મારુ સર્વસ્વ તું ને તું જ મારુ વર્ચસ્વ,
મારી જિંદગી પણ તું ને મારી બંદગી પણ તું,
મારી કલ્પના પણ તું ને મારી રચના પણ તું,
તુજ મારી પ્રેરણા ને તું જ મારી આરાધના,
મારા હૃદયમાં વહેતું પવિત્ર પ્રેમનું ઝરણું તું,
તું જ મારો આધાર ને મારુ સર્વસ્વ તું.

