તું છે એજ જીવન
તું છે એજ જીવન


તને નહીં ખબર હોય
એક અજીબ ખુશ્બુ છે તારામાં,
કોઈ મધુર પુષ્પ જેવી,
ક્યારેક મનેય,
પેલાં ભમરા જેવી ફીલિંગ થાય.
કે રસપાન કરું તારો,
ને પછી ડરી જવાય,
ક્યાંક કરમાઈ જઈશ તો !
તારાં ઝાંઝરનો ઝણકારો,
એક એલાર્મ છે,
જે મને જગાડે છે,
આ ઘોર દુનિયદારીની
ઊંઘ માંથી.
તારી વાતોનો અર્થ શોધવો,
એ મારું કામ નહી,
હું તો બસ સાંભળું છું,
એક અંધભક્તની જેમ !
તારાં હોવા માત્રથી
દુનિયા નાની લાગે,
જાણે ફક્ત તારા,
ને મારા પૂરતી સીમિત.
તારો ખોળો,
કંઈ મમ્મીનાં ખોળાથી,
સહેજેય કમ નથી,
એજ સુકુન આમાં પણ છે,
તું જે હાથ ફેરવે છેને માથામાં,
એ દવાથી વધુ અસરદાર છે !
તું છેને એજ જીવન !