Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Khanabadosh

Tragedy

5.0  

Arvind Khanabadosh

Tragedy

એક વૃક્ષનું ખૂન

એક વૃક્ષનું ખૂન

1 min
204

ધોળા દહાડે ચાર - રસ્તા પર 

સરેઆમ એક ખૂન થયું હતું,

ના લોહી પડ્યું, ના પડી ચીસો 

ના જોનારા કોઈ હેબતાયા હતા!

કાતિલ હતા બધા હથિયારબંધ

ને મરનાર હતો નિ:શબ્દ નિહથ્થો

બસ એક કૂતરું રડયું'તું જોરથી,

ને પંખીઓના ઝુંડમાં શોર હતો!

જેમ પડ્યો આખરી ઘા એના પર 

એમ ધડામ દઈને એ વિશાળકાય

શહેરથી પણ જૂનું વૃક્ષ પડ્યું'તું !

ભીડમાંથી કોઈકે પૂછ્યુ, કેમ કાપ્યું? 

ને મ્યુનિસિપાલિટીનો માણસ બોલ્યો

કે, કાલે "વીઆઇપી" આવવાના છે!!

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy