STORYMIRROR

Arvind Khanabadosh

Inspirational

3  

Arvind Khanabadosh

Inspirational

તારી ને મારી શુ કરું સરખામણી

તારી ને મારી શુ કરું સરખામણી

1 min
239

તારી ને મારી શું કરું સરખામણી,

બેઉં જેટલા જુદા એટલા જ પૂરાં,

જેમ ધરા ને નભ દેખાય વિરુદ્ધ,

પણ એક ક્ષિતિજે બેઉં ભેગા હોય,


મીઠી નદીને ખારો સમંદર,

કેવો છે એમનો સંગમ,

વિખૂટા તોય આખરે એકમેકમાં સમાય.


રાત-દિવસની જોડ કેવી,

છે અલગ અસ્તિત્વ તોય,

એક પહોરે બેઉં ભેળા જીવી જાય,


કેવો કુદરતનો આ ખેલ,

બધું જ એકમેકથી અલગ,

છતાં જકડી રાખે છે એ,


જાણે સંબંધ આપણો સૂર્યમંડળ હોય,

તું રાતો ગ્રહ શુક્ર ને હું મંગળ ગ્રહ હોઉં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational