તમે સ્ત્રી છો
તમે સ્ત્રી છો


તમે 'સ્ત્રી' છો,
તો તમે ઓલરેડી 'મહાન' છો !
તમારાથી 'મહાન' બીજુ કોણ હોઈ શકે?
તમે જન્મ્યાં હશો ..
એમાંય કેટલી બબાલ થઈ હશે !
તમેં થોડું બોલતાં શીખ્યાં હશો ..
એમાંય નિયમો ઘડાયા હશે !
તમેં કપડાં પહેર્યા હશે ...
એમાંય કેટલાંયને 'વાંધા' હશે !
તમેં ક્યારેક હસ્યાં હશો ..
એનો પણ 'હિસાબ' થયો હશે !
તમેં રડ્યા પણ હશો ...
કયાંક લપાઈને, કોઈકની બીકે !
ને એમાંય ધુત્કાર મળ્યો હશે !
તરુણાકાળે કુદરતી બદલાવ થયાં હશે ..
એમાંય લોકોને 'પાપ' દેખાયું હશે !
તમને પ્રેમ પણ થયો હશે ..
ને એ અંદર જ 'મરી' ગયો હશે ..!
આખરે બીજે ક્યાંક નવી જગાએ મોકલાયા હશે,
ને ત્યાંય તમે ફવડાવ્યું હશે !
આટલું તો એ 'કહેવાતો ઈશ્વર' ..
પણ નાં કરી શક્યો હોત !
તમેં સ્ત્રી છો,
તો તમે ઓલરેડી મહાન છો !!