તારી આદત
તારી આદત
તારી આદત પડી ગઈ છે મને
એટલે જ તો 'હું' નીકળી ગયો
ને માત્ર 'તું' જ રહી છે હવે કને
તારી આદત પડી ગઈ છે મને
તને ગમતી પકાઉ ફિલ્મો-ગીતો
હવે જબરજસ્ત લાગે છે મને
તારી આદત પડી ગઈ છે મને
પેલા ભૂલકાઓને રમતા જોઈ
ખુશ થવાનું ફાવી ગયું છે મને
તને ભાવતી ભૈયાજીની પકોડી
હવે બહું લલચાવે છે મને
તારી આદત પડી ગઈ છે મને
આદત બની છે આ જિદ્દી હવે
બસ કાયમ તું રહેજે મારી કને
તારી આદત પડી ગઈ છે મને