પ્રેમનું રસોડું
પ્રેમનું રસોડું


આ માત્ર રસોડું નથી આપણાં ઘરનું,
મ્યુઝિયમ છે મીઠી યાદોનું !
અહીં માત્ર વાનગીઓ જ નથી બની,
સબંધ પણ ગહેરો મધુરો બન્યો છે !
જેમ ધીમા તાપે રોટલી શેકાય છેને
બસ એમ જ પ્રેમ શેકાયો ધીમા તાપે !
ડુંગળી કાપતાં ક્યારેક અસલમાં રડી તું,
તો મેય વેઢા કાપ્યા છે ચપ્પાથી !
તે રિસાઈને જે મીઠું નાખ્યું હતું શાકમાં,
એ હસતાં હસતાં ખાધું છે મેં !
દિવસ ભલે ગમેતેવો જાય ઓફિસમાં,
બસ સાંજે રસોડામાં એ સુધર્યો છે !
એવું સહેજેય નથી કે હું શોખીન છું ખાવાનો,
બસ મને મજા આવે તારી સાથે રસોડામાં !