નહીં મળીએ
નહીં મળીએ
હવે નહીં મળીએ પ્રિયે
અહીંયા તો નહીં જ
મળશું તો કદાચ ત્યાં
જ્યાં તારી ને મારી વચ્ચે
કોઈ 'જાત' નહિ હોય
તું કહેવાતી 'ઉચ્ચ' નહી
ને હું કહેવતો 'નીચ' નહીં હોય
મળશું ત્યાં કે જ્યાં તારા ને
મારા વચ્ચે કોઈ ભેદ નહીં હોય
જ્યાં મનેય માણસ બનવાનો હક્ક હશે
ને તને મારાથી પ્રેમ કરવાનો હક્ક હશે
મળશું એજ રીતે જે રીતે પહેલાં મળતા
નક્કર પ્રેમની લાગણી સાથે !!
અને હા, આ વખતે "ડિયર સોરી"
નેક્શટ ટાઈમ તારી જાતમાં જ જન્મીશ,
પણ હા, તું જોજે મારી જાતમાં ન જન્મતી,
નહિતર જીવવા નહીં દે મારી નાખશે તનેય !
પછી રહેશે ફક્ત આપણો અધુરો પ્રેમ.