STORYMIRROR

BINAL PATEL

Fantasy Romance

3  

BINAL PATEL

Fantasy Romance

તું ચાલ હું આવી હોં!

તું ચાલ હું આવી હોં!

1 min
11.2K




તું જરા ડગ તો માંડ મારા તરફ,

પંથ બની હું એવો તો પથરાઈશ કે જાણે સાંકડી કેડીમાં સમાઇશ,


તું જરા નજરું તો ઉઠાવ મારા તરફ,

પાંપણના પલકારે હું એવો તો સમાઇશ કે જાણે સપનોમાં સેવાઇશ,


તું એક અનુભવ તો કર મારી હયાતીનો,

શ્વાસમાં સુગંધ બની હું એવો તો આવીશ કે જાણે ઉપવન બની ઉજવાઈશ,


તું શરુ તો કર કાંઈક કહેવાનું,

શબ્દ બની હું એવો તો ગોઠવાઈ જઈશ કે જાણે સુર બની રેલાઈશ,


તું શરુ તો કર કાંઈક લખવાનું,

શ્યાહી બની હું એવો તો ચિતરાઈ જઈશ કે જાણે મેઘધનુષ બની ફેલાઇશ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy