તું અને તારી યાદ
તું અને તારી યાદ
મારી પાસે ખજાનો એક ખાસ છે,
તું અને તારી યાદ,
વિરહ સાગરમાં ખૂબ ખારાશ છે,
તું અને તારી યાદ,
હજુ પણ તારા મિલનની આશ છે,
તું અને તારી યાદ,
સમુદ્રથી નીકળતી સરિતા જોયી મેં,
તું અને તારી યાદ,
સાગર ને મારા, ખાબોચ્યા કહ્યાં તેં,
એ તું અને તારી યાદ છે.