STORYMIRROR

Dr. Ranjan Joshi

Tragedy

3  

Dr. Ranjan Joshi

Tragedy

ટહુકો

ટહુકો

1 min
188

સૂક્કાભઠ વૃક્ષોને નિર્જન આવાસમાં,

કોઇ ટહૂક્યા કરે છે સતત આસપાસમાં.


પિંડનો મનુષ્ય અંતે ભળ્યો રાખમાં,

રાખ હોય છે કદી ક્યાં કોઇ શ્વાસમાં?

કોઇ ટહૂક્યા કરે છે સતત આસપાસમાં.


ગુજરેલા લોકો નિશદિન રહેતા યાદમાં

યાદને કાશ લાવી શકાય સાચમાં

કોઇ ટહૂક્યા કરે છે સતત આસપાસમાં.


સંબંધોની ગૂંથણી સમજાવે છો સમય

સમય ક્યાં ટકી રહે કોઇની પાસમાં

કોઇ ટહૂક્યા કરે છે સતત આસપાસમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy