STORYMIRROR

Kaushik Dave

Comedy Others

4  

Kaushik Dave

Comedy Others

ઠંડીમાં મોર્નિંગ વોક

ઠંડીમાં મોર્નિંગ વોક

1 min
358

આમ ઠંડી પડે તો શરમાઈ જાવ છો

સ્વેટર પહેરીને એકલા ક્યાં જાવ છો ?

મોર્નિંગ વોક તો મારે પણ કરવું છે

થોડી વારમાં તમે રીસાઈ જાવ છો !


એકલા એકલા જવાનું તમને ગમે છે !

મોર્નિંગ વોકમાં મન આમ તેમ ભટકે છે ?

મોર્નિંગ વોકમાં તમારી સાથે જાવું છે

જ્યારે કહું ત્યારે તમારું મોઢું ચડે છે !


આમ તેમ ઠંડીમાં એકલા ના જશો

ઠંડીમાં સંગાથે મને લઈ જાશો

ગાર્ડનની બહાર તમે ઝાપટવા માંડશો!

શરીર ઉતારવા ચાલવા માંડજો 


ઠંડી ઠંડી કરી મને ના બીવડાવશો

મારા કરતાં તમને ઠંડી બહુ લાગશે

કાનમાં પવન ફર ફર લાગશે

મફલર પહેરીને બહાર નીકળજો


 વાત સાંભળી ને ગભરાઈ ગયા ને!

 સારું સારું તમે એકલા જ ચાલજો

 આવશો ત્યારે ગરમા ગરમ ચા પીજો

 થેપલા ને ગાંઠીયા થોડા થોડા ખાજો


Rate this content
Log in

Similar gujarati poem from Comedy