Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

ઠંડી

ઠંડી

1 min
152


આ નખરાળી નાર જેવી ઠંડી જો ને આવી રાજ કરવા

પુરા દેશને લીધો એને બાનમાં

આબાલ વૃદ્ધ સૌ એની લપેટમાં,


કહે નહીં ચાલે આ એસી

પંખા ને કુલર

મને જોઈએ ગરમ હીટર

નહીં ચાલે આ કોટન સિન્થેટિકના કપડાં

મને જોઈશે સ્વેટર શાલ ને મોજાં,


નહીં ચાલે આ આઈસ્ક્રિમ કેન્ડી ને પેપ્સી કોલા 

મને જોઈએ અડદિયા તલ પાક ને ચીક્કી,

ઉત્તરાયણ કરવાને કાજ હું આવી તમારી સાથ,


મને ગમે આ સૂરજનો માસૂમ તડકો

મને ગમે આ તાપણું

પવનની સાથે મારે ભાઈબંધી રાખું સદા સાથ,


આ સૂર્ય પણ સુસ્તી કરે એના કામમાં

જોને આવે મોડો ને જાય વહેલો ક્ષિતિજે પાછો 

શીત લહેરને પોતાનું સામ્રાજ્ય સોપી ને આમ,


આ નખરાળી નારના કામણગારો કામ

ખેતે લહેરાય આ શિયાળુ પાક ને

જગતનો તાત હૈયે હરખાય,


આ કામણગારી નાર નો જુવો કમાલ

વસંત પણ થાય પ્રભાવિત એનાથી કરે આવવાનું એલાન

ધરતી ઓઢે લીલી ચાદરને ફૂલના પાલવ હોય,


મારુ તો તાપણું આ જગથી અલગ લીધી ડાયરી પેન ને થોડા શબ્દો લીધા ઉધાર

રચી ગઝલ મેં એક કરવા કાર્ય નેક,


જો ને આ નખરાળી નાર જેવી ઠંડી આવી

લાવી ખુશીયા અપાર

તન મનમાં સ્ફૂર્તિ લાવી

બાગે લાવી વસંત

આ ધરતી જાણે નયી નવેલી દુલ્હન,

વાદળનો કર્યો ઘૂંઘટ 

ચાંદ જેવા મુખડા માટે

ચોમેર ફેલાવે આ ખુશ્બૂ

જોને આ ઠંડી ને સામ્રાજ્ય

જાણે રામરાજ્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract