STORYMIRROR

Varun Ahir

Tragedy

3  

Varun Ahir

Tragedy

ટેક્નિક્યાં સબંધો

ટેક્નિક્યાં સબંધો

1 min
120

લેન્ડલાઈનનું સ્થાન હવે તો લીધું છે પ્રિપેઈડે.

કલમનું સ્થાન લીધું છે કીપેડે.


યાદશક્તિ નીચોવાણી હવે હાર્ડડિસ્ક સીસોડે,

મળે ચરિત્ર સાચું જો કોઈ મોબાઈલ નિચોડે.


પ્રત્યક્ષ સંબંધો હવે થયા ફકત પ્રસંગોપાત,

થાય છે પ્રજાતિઓ ભેળી માત્ર વોટ્સઅપનાં અવેડે.


ગયા પ્રેમીઓ, લટ લઈ કાનની પાછળ મૂકવાવાળા;

સ્માઈલીવાળા સંયોગો હવે ચડ્યા છે ભરડે.


શું કિંમત તારા આંસુઓની ઓનલાઇન 'શોખીન'?

જનાજા માં જો ચાર કાંધિયા પણ નાં ફરકે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy