STORYMIRROR

Shital Gadhavi

Romance

2  

Shital Gadhavi

Romance

ત્રણ ગઝલો

ત્રણ ગઝલો

1 min
13.3K


મત્લા વિનાની સાંઝી ગઝલ

 

એક ઘર બાંધી લઉં એ આંખમાં,

હા કહે, તો ત્યાં નવો મજલો મુકું.

 

તું બનાવે આજ કાચી રોટલી,

ચાર હાથે ખાઉં, હું રગડો મુકું.

 

છે અપ્સરા કે પરી ઉતરી નવી,

જિંદગી ઊગાર તો વગડો મુકું.

 

એ નજરનાં બાણથી તૂટ્યો છું હું

લે પકડ્યા કાન આજે ઝઘડો મુકું.

 

યાદ તારી આજ ચોપાઈ બની,

લાવ, તારા નામથી ભજનો મુકું.

 

છોડ તું આ જીદ તારી પ્રેમમાં,

અબઘડી હું પણ બધા સજનો મુકું.

 

હાથમાં સોટી લઈ થા મે'મ તું

ના સમજુ વન ટુ તરત તગડો મુકું.

********************

 

તારી નજર છે નાચતી કઠપૂતળી.

આલાપ મારા રાગતી કઠપૂતળી.

 

કાળા મુલાયમ કેશમાં પંપાળું હું,

શમણે મિલનમાં રાચતી કઠપૂતળી.

 

લઇ કર ગુલાબી શોધતો તકદીરને,

તું મૌન હોઠે વાંચતી કઠપૂતળી.

 

હલબલતું હૈયું વૈભવી તું સુંદરી,

આશા જગાવી નાસતી કઠપૂતળી.

 

આંગણ તને શોધે તરસતું આ પંખી,

રોજે પ્રભાતે દીસતી કઠપૂતળી.

********************

 

કોણ છું ક્યાં છું! દિશા ભુલ્યો નવો હું સાર્થ છું.

ભાર વેઢી ઘૂમતો એવો કિશનનો પાર્થ છું.

 

રોજ ઘૂંટયો જાતને કોરા સુકાયા શ્વાસમાં,

સાવ ખોટા ઉચ્છવાસો પૂરતો પુરુષાર્થ છું.

 

દૃઢ નિર્ણયથી ઉભો અજગર થયો મારગ બની,

લઇ કુહાડી ઘા કર્યો કઠિયારનો હેતાર્થ છું.

 

કંટકોમાં પણ રહ્યો સુમન સમો નિર્મળ થઈ,

જાણીને કંઠે ધર્યું વખ આજ તો પરમાર્થ છું.

 

જાતને મૂકી સમજ લેવા જગતની એરણે,

કાનમાં આવી કહેતા સૌ તું તારો સ્વાર્થ છું.

*********************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance