ત્રિરંગો
ત્રિરંગો
ગગને ગગને ફરકી રહ્યો છે ત્રિરંગા નામનો ધ્વજ
શાન એ છે આન એ છે એ છે દેશની જાન,
કેસરી, સફેદ, લીલા રંગો સાથે લહેરી રહ્યો ત્રિરંગો
આઝાદીની યાદ અપાવતો એ છે આઝાદીની ઉડાન,
ફર ફર ફરકી રહ્યો છે શાળાના મેદાન
લાલ કિલ્લા પર આપી રહ્યો છે શાંતિનું ફરમાન,
દેશનું નામ આગળ ધરતો એ છે ત્રિરંગો મહાન
શત શત એને સલામી આપી એ છે આપણી જાન,
માતૃભૂમિને એક રાખતો એ છે એકતા નો અંગારો
વિવિધતામાં એકતા રાખતો એ છે ત્રિરંગો અમારો.
