તોયે અમે કવિ
તોયે અમે કવિ
કલ્પનાના રસ્તે પહોંચેલા, તોયે અમે કવિ,
ને પછી કદી ન અટકેલા, તોયે અમે કવિ,
શબ્દ-શબ્દની રમત રમતાં શબ્દ સંતાયા,
ભાન ભૂલી જઈ ભટકેલા, તોયે અમે કવિ,
સમાજમાં જુલમનું પલ્લું જો ઢળવા લાગે,
બન્યા ત્યારે ખૂંટો છટકેલા, તોયે અમે કવિ,
‘સાગર’ અમે તો અમારી મસ્તીના દીવાના,
ભલે કહે સૌ હરખઘેલા, તોયે અમે કવિ.
