STORYMIRROR

Dilip Ghaswala

Classics

4  

Dilip Ghaswala

Classics

તો હું શું કરું?

તો હું શું કરું?

1 min
26.9K


પાંખ ભીતર પ્રસારે તો હું શું કરું?

નાવ ડૂબે કિનારે તો હું શું કરું?

મૌન મારું જરા બોલકું થઈ હસ્યું;

કંઠથી સ્વર પુકારે તો હું શું કરું ?

શ્વાસના હાટ પર અશ્રુ મોંઘા ઘણાં,

ધારણા કોઈ ધારે તો હું શું કરું?

એ છબી ચિત્તને કરતી હો તરબતર;

આવે એ વારે વારે તો હું શું કરું ?

પ્હાણ જેવો તને માનતો હું હતો ;

ઇશ બનીને પધારે તો હું શું કરું ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics