STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

તો એમાં શું થઈ ગ્યું

તો એમાં શું થઈ ગ્યું

1 min
333


તો એમાં શું થઈ ગ્યું ?

પ્રથા હતી ઘૂંઘટની,

ને જરા ઊંચા અવાજે બોલાઈ ગ્યું,

તો એમાં શું થઈ ગ્યું ?


રિવાજ હતો નીચા આસને બેસવાનો,

ને જરા ઊંચા આસને બેસાઈ ગ્યું,

તો એમાં શું થઈ ગ્યું ?


છેલ્લે સૂવાનું ને પહેલાં જાગવાનું,

આખું આયખું ભભરાવી દીધું રોટલીના લોટમાં,

તો એમાં શું વપરાઈ ગ્યું ?


થોડું વ્હાલ ને થોડી થોડી હૂંફ,

રોજ ભેળવી દીધી મરચું મસાલામાં,

તો એમાં શું ખર્ચાઈ ગ્યું ?


અંદાજ હતો કાચાનો, પાક્કાનો, તીખાનો,

પણ એક આંસુ શાકમાં પડ્યું,

ને શાક જરા ખારું થઈ ગ્યું,

તો એમાં શું થઈ ગ્યું ?


ઋજુ લાગણીઓ, ડૂસકાંને સંવેદના,

બધાં સપના વળાઈ ગ્યાં સાવરણીનાં પીંછામાં,

"અને એ કહે છે..."

તો એમાં શું થઈ ગ્યું ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy