તને ક્યાં ખબર છે
તને ક્યાં ખબર છે
કેવી રીતે વીતે છે વખત, તને ક્યાં ખબર છે,
પીડે છે એક પીડા સતત, તને ક્યાં ખબર છે!
લાગણીનું મુકામ ક્યાં મળે છે અહીં કોઈ ને,
છતાંય ચાલું છું અવિરત, તને ક્યાં ખબર છે!
પૂર્ણ કર્યો છે સંબંધ કે રાખ્યો અપૂર્ણ પ્રેમ?
કેવી રમી છે તે આ રમત, તને ક્યાં ખબર છે!
એકલી થઈ છે રાત, સૂનું છે દિલનું મકાન,
રાખું છું કેમ હું ધરપત, તને ક્યાં ખબર છે!
તારી ખુશીથી વધુ કાંઈ ખપતું જ ક્યાં હતું,
હતી તારી કેટલી કિંમત, તને ક્યાં ખબર છે!