STORYMIRROR

Rajdip dineshbhai

Romance Fantasy

3  

Rajdip dineshbhai

Romance Fantasy

તને આજે દિલની વાત કહેવી છે

તને આજે દિલની વાત કહેવી છે

2 mins
179

શબ્દોમાં તારી સુંદરતાને સવારવી છે

તને આજે દિલની વાત કહેવી છે,


મારા હ્રદયના દરેક ધબકારે તને સાંભળવી છે 

ત્યાંથી તને આજે દિલની વાત કહેવી છે, 


કાળા વાળ, હોઠે તે જ હસી જોવી છે 

તને આજે દિલની વાત કહેવી છે, 


થયો કાગળ સૂનો, કલમને બોલાવવી છે 

હા, તને આજે દિલની વાત કહેવી છે


શામ છે સૂની સૂની તેને પૂરી કરવી છે 

તને આજે દિલની વાત કહેવી છે,


પ્રેમની માળામાં તને પરોવવી છે 

હા, મારે તને મારામાં પહેરવી છે,


મને લાગ્યું કે તું તો મારા જેવી છે 

એટલે જ તો તને છેડવી છે,


છૂટા પડ્યા તો શું થયું તને ફરીથી પામવી છે

મારે તો હા છે બસ હવે તારી હા સાંભળવી છે,


મારે મળવું તને, થાય હજાર વાત, મીઠી બોલી તારી સાંભળવી છે,

હું છું પથ્થર કોણ પૂછે મને, એટલે બસ તેમાં તને કોતરવી છે,


શાળાના સમયને નોંધી તારી છૂટવાના વાટે મળવી છે 

તું ચાલ મારે તો બસ તારા પાછળ પગદંડી કરવી છે,


ના તારી અમીરીને, ના તારી જાતને મારે તો બસ તને પરણવી છે 

ખબર છે નથી મળવાની તું, આ તો દિલની ઈચ્છા પૂરી કરવી છે,


અફસોસ નથી રાખવો ને કહેતા વાર નથી લગાડવી 

હા, એક વાત યાદ રાખજે મારે તને બેન નથી બનાવવી,


આજે હા કે ના કહી દે ને પ્રેમના પીંજરામાંથી મુક્ત કર 

હસુ આવ્યું આવી મા બોલી ઊઠ તારું અલાર્મ બંધ કર,


સવાર થઈ ગઈ, મોડું થઈ ગયું, મારા દરેક સપનામાં તને નીહાળવી છે 

સાચું કહું છું, ભલે સપનું કે હકીકત બસ તને દિલની વાત કહેવી છે,


હા, તને જોવા જ આંખોને બંધ કરવી છે 

તેમાં ક્યાંક ને ક્યાંક તને ગાંડાની જેમ શોધવી છે,


સૂઈ જાઉં સપનામાં તારી હસવાની આકૃતિ ચીતરવી છે 

શબ્દોમાં તારી સુંદરતાની કલ્પના સવારીને કલમ મૂકવી છે.


તને આજે દિલની વાત કહેવી છે 

તને આજે દિલની વાત કહેવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance