તમે તો કોઈ ગઝલ છો
તમે તો કોઈ ગઝલ છો
તમે તો કોઈ પ્રસિદ્ધ કવિની ગઝલ છો,
જાણે સરોવરમાં ખીલેલ કોઈ કમલ છો !
હું તો પ્યાસી ભટકતી રણની પ્રવાસી છું,
ને તમે તો જાણે મીઠી સરિતાના જલ છો !
હું તો કોઈ અંધારી રાત્રિની ભટકતી રાહી,
ને તમે જાણે ઉજાસ ફેલાવતી મશાલ છો !
હું તો રણમાં ભટકતી પ્યાસી આત્મા ને,
તમે તો જાણે ! જલથી ભરપુર બાદલ છો.
સાવ સૂનકાર અને ઉદાસીનતાની મૂરત હું,
તમે તો જાણે ! રણકાર કરતી પાયલ છો.
