તમે આમ કરશો નહી!
તમે આમ કરશો નહી!
આમ કાતિલ નજરોથી તમે મનેે જોશો નહી,
નાજૂક દિલ છે મારું, જોરથી ધડકવા લાગે છે,
આમ તમ નૈનોથી નજરોના બાણ છોડશો નહી,
'જલ બીન મછલી' સમું, દિલ તડપવા લાગે છે,
આમ તમે શાંત નજરોથી મને બોલાવશો નહી,
નાદાન શાંત મન, પક્ષીસમુ ચહેકવા લાગે છે,
આમ તમ દિલના અત્તરની પમરાટ ફેલાવશો નહી,
એક સુગંધી ફૂલની જેમ, મન મહેકવા લાગે છે,
આમ તમ નજરના જામને તમે છલકાવશો નહી,
હોશમાં આવેલું મુજ મન, પાછું બહેકવા લાગે છે.