તમારા વગરની નવી દુનિયા
તમારા વગરની નવી દુનિયા
તમારા વગરની એક નવી દુનિયા જોઈ છે મેં,
જેમાં સવાર તો થાય છે પણ સૂરજ નથી ઊગતો,
જેમાં સપના તો આવે છે પણ રાત નથી પડતી,
એમાં ધડકન તો હોય છે પણ દિલ નથી હોતું,
તેમાં જીવન તો હોય છે પણ જીવ નથી હોતો,
જેમાં શ્વાસ તો હોય છે પણ વિશ્વાસ નથી હોતો,
મારા દેવ બસ એક મહેરબાની કરો ...
મારો સૂરજ, મારી સવાર, મારા સપના, મારી રાત, મારુ દિલ
મારી ધડકન, મારો જીવ, મારો શ્વાસ અને મારો વિશ્વાસ
બધું તમે લઈ જાઓ પણ ..
ફક્ત તમારો પ્રેમ મને આપી જાઓ.

