તમારા વગર !
તમારા વગર !
અડકી તમારી યાદો પટકાઈ વીજળી છે યાદો...!
ભોળી આંખે વ્હાલ હોય તમને ય જો અમારા ઉપર
પપ્પા અમને પણ લઈને ચાલો ને તમારે નગર
મનને ગમતું નથી લાગે છે એકલું તમારા વગર,
જગતપિતાને વંદન કરૂ ને કહું શું તમારા વગર
સાંજ જિંદગીની લંબાવો જાણો વેદનાની અસર,
ઘર થઈ ગયું છે સૂનું શોધે તમને મારી નજર
નમ્રવંદન કર્યું જ્યારે જ્યારે આશિષ દઈ ગયા,
ભૂલો બધી અમારી તમે હસીને માફ કરી ગયા
શ્રધ્ધાંજલી દીકરીની સ્વીકારો મુક હૃદયે !
