તિરંગો
તિરંગો
વંદે માતરમ્ નો નાદ કરતો રહેતો
તિરંગો અમારો લહેરાતો રહેતો,
ધરતીની આન બાન શાન ધરતો
ભારતની પહેચાને તિરંગો ફરતો,
દેશ ભક્તિના ગીતે ગાતો ફરતો
અશોકચક્રથી તિરંગો દમ દમતો,
કેસરી, સફેદ, લીલા રંગે ફરતો
હૈયામાં હંમેશા દેશદાઝ ભરતો,
શહીદોની યાદ હંમેશા ધરતો
આઝાદીની યાદે તિરંગો ફરતો,
ઊંચે નીલ ગગનમાં ફરફર ફરતો
'વાલમ' હવા સાથે વાતો કરતો.
