" થઈ ગયા"
" થઈ ગયા"


રાઈમાંથી પહાડ જેવા થઈ ગયા,
જખ્મ મારા જાનલેવા થઈ ગયા.
નાના હતા ને હવે મોટા થઈ ગયા,
મોટી મોટી વાતો સાથે હવે,
નાની વાતો સમજતા થઈ ગયા.
એકબીજાની મદદ કરીને,
પુણ્યમાં સહભાગી થઈ ગયા,
છતાંય અમુક બીજાને,
દુઃખ દઈને પોતે રાજી થઈ ગયા.
અહીં જે અંગત હતા તે દુશ્મન થઇ ગયા,
ને અજાણ્યા સાથ નિભાવી ગયા.
મુશ્કેલીના સમયે ખાલી વાતો કરીને,
સાથ છોડતા થઈ ગયા,
ને અમુક કંઈ પણ કહ્યા વગર મુશ્કેલીમાંથી,
ઉગારી ને પોતાનો પ્રેમ બતાવી ગયા.
હું લોકોની વાત તમને શું કરું,
એ હતા કેવા ને કેવા થઈ ગયા.
કાચની સામે જરા ઊભા રહ્યા,
જે હતા જેવા એ તેવા થઈ ગયા.
આવશે ક્યાંથી વિશ્વાસ કોઈ પર,
કેવા કેવા હતા તે જેવા તેવા થઈ ગયા.
ગજબ છે આ સંબંધો અહીં,
પારકા હતા તે પોતાના થઈ ગયા,
ને પોતાના હતા તે પારકા થઈ ગયા.