STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

થઈ ગયા

થઈ ગયા

1 min
118

અમે તો એની કાતિલ નજરોથી ઠાર થઈ ગયા,

આંખો મળી આંખો સાથે જાણે અમે તો માલદાર થઈ ગયા,


નહોતી ખબર આવું પણ થશે પ્રેમમાં,

એની એક ઝલક પામવા અમે તો લાચાર થઈ ગયા,


આ દિલ, આ પ્રેમ, આ જીવન કરી દીધું એના નામે,

જાણે અમે તો સાવ નાદાર થઈ ગયા !


સ્વીકાર કર્યો જ્યારે એણે અમારા પ્રેમનો,

અમે તો જાણે એના કરજદાર થઈ ગયા,


અમે પણ એના દિલ પર દસ્તખત કરાવી લીધું,

જાણે પ્રેમમાં અમે તો સમજદાર થઈ ગયા !


અમારા મિલનથી એના દુઃખી દિલને મળતી હતી ખૂબ રાહત,

અમે તો જાણે એની બીમારીનો ઉપચાર થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance