તહેવાર
તહેવાર
તહેવારો તો આવે ને જાય છે,
આ પૈસાદાર હરખાય છે,
આ ગરીબ મૂંઝાય છે,
આ પૈસાદાર તો કપડાં એવા મેચિંગ દાગીનાની ખરીદી કરે,
આ ગરીબ તો મૂંઝાય બાળકો માટે મીઠાઈ કેવી રીતે લાવીશ ?
આ પૈસાદાર તો બ્રાન્ડેડ બૂટ પહેરે,
પણ ગરીબનું બાળક ખુલ્લા પગે,
પેટનો ખાડો પૂરવા સ્વમાન છોડી, હાથ ફેલાવે,
આ તહેવાર આવે ગરીબની આંખમાં આંસુ લાવે,
દિલમાં કોઈ ઉમંગ નથી,
આંખોમાં કોઈ સપનાંનો રંગ નથી,
કોઈ આપે એવું એને સંગ નથી,
ગરીબનું કોઈ અંગત નથી,
પીડાને સમજે એવી કોઈ સંગત નથી,
તહેવારોમાં પણ એના જીવનમાં રંગત નથી,
બાળકો તો એને પણ વ્હાલા,
પણ ક્યાંથી લાવે શરબતના પ્યાલા ?
એના હાથ છે સાવ ઠાલા !
એતો ઈશ્વર સામે હાથ જોડી કહે વ્હાલા !
ભરી દે મારી ઝોળી !
એક રોટલો દે, નથી ખાવી પુરણપોળી !
આપી દે એક ટીપુ તેલ,
નથી જોઈતી ઘી ની રેલમછેલ,
નથી બનવું મારે માલામાલ,
મારા બાળકોને કરી દે ખુશખુશાલ,
હું કરું છું એને બહુ વ્હાલ,
તહેવારો તો આવે ને જાય,
તહેવારોમાં ગરીબ મૂંઝાય.
